Proud of Gujarat
FeaturedGujaratINDIA

 સુરતના ભાજપના એક જાણીતા નગરસેવક દારૂની પાર્ટીમાં ઝૂમતા જોવા મળ્યાનો વીડિયો વાઈરલ થતા શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Share

ગુજરાતના છેવાડે આવેલા નારગોલમાં પારસી પંચાયતનું મકાન 2 થી 5 જાન્યુઆરી દરમિયાન ભાડે રાખીને સુરતના નગર સેવક સહિતના લોકો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ પાર્ટીમાં વોર્ડ નંબર 19 ના નગરસેવક પિયુષ શિવશક્તિવાળા પણ ડાન્સ કરતાં જોવા મળતા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ અંગે ભાજપના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તેમની પાસેથી ખુલાસો માંગીને પગલાં ભરવામાં આવશે. ગત 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી નારગોલ ખાતે મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દારૂ પીવા સાથે દારૂના નશામાં ડાન્સ કરતાં વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. આ પાર્ટીમાં પિયુષભાઈના વેવાઈ સહિતના લોકો હોવાનું કહેવાય રહ્યું છે. 12 જણના ગ્રુપમાં પુત્ર અને પિતા સાથે કાકા પણ દારૂના નશામાં હોવાનું સુત્રો દ્વારા કહેવાય રહ્યું છે.આ પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કરતાં લોકોની સાથે પિયુષભાઈ જરીવાલા ઉર્ફે શિવશક્તિવાલા પણ હતાં. પિયુષભાઈ સુરતના નગરસેવક છે અને 3 વાર નગરસેવક બન્યાં છે.

Advertisement

Share

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સૂર્યા મરાઠી ના એક સાગરીત ને દેશી તમંચા તેમજ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

પંચમહાલ : પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજનુ કોટડા ખાતે ભુમિ પૂજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

લગ્નના ત્રણ દિવસ બાદ સુરતના સાસરીયાઓએ દહેજ માટે ગોધરાની પરણિતા પર અત્યાચાર ગુજારતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!