મધ્યપ્રદેશના જાંબુઆ તાલુકાના રાણીપુરા ગામેથી ગૌરવ જૈન સહિતના લોકો સુરત ખાતે જાન લઈને આવ્યા હતા આ દરમિયાન સુરત નજીક ડીંડોલી ચોકડી પાસે ટ્રાફિક પોલીસવાળાઓએ ગુજરાતીમાં બસ રોકવાનું કહેતા ડ્રાઈવરને સમજ નહિ પડતા તે બસ હંકારી ગયો હતો જોકે આગળ જઈને પોલીસે બસને રોકીને પરત ડીંડોલી ચોકડી લાવતા બસમાં બેઠેલા જાનૈયાઓ રોષે ભરાયા હતા અને બસને રસ્તા વચ્ચે જ રોકી દઈ ટ્રાફિક જામ કરી નાખ્યો હતો.
જાનૈયા પૈકી ગૌરવ જૈન અને મંગલ જૈને જણાવ્યું હતું કે અમે 16 કલાકની મુસાફરી કરીને સુરત પહોંચ્યા છે અહીં અમારી સાથે આઠ-દસ વર્ષ નાના બાળકો છે અને આ પોલીસ ટ્રાફિક પોલીસવાળા અમોને બેફામ ગાળો બોલીને હેરાન કરી રહ્યા છે દુર્વ્યવહાર કરી રહ્યા છે અમે તેમને કોઈ ભૂલ થઈ હોય તો 2000 કે 3000 નું ચલણ કાપવાનું વાત કરી હતી છતાં પોલીસવાળાઓએ ગંદી ગાળો આપતા અંતે અમારે રસ્તા વચ્ચે જ બસ ઉભી રાખવાની ફરજ પડી છે. એક તરફ વેલકમ ગુજરાતની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ મધ્ય પ્રદેશથી આવેલા લોકો સાથેનો પોલીસના આવો અનુભવ એ ગુજરાતની છાપ બગાડી છે અને ગુજરાતીઓ ઈચ્છા બગાડનારા પોલીસવાળા સામે પગલાં ભરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મધ્યપ્રદેશથી આવેલ જાનને હેરાન કરતાં જાનૈયાઓએ રસ્તા ઉપર જ બસ રોકી ચક્કાજામ કરી દીધો હતો.
Advertisement