સુરતનાં સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલને એક વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેના જીવનમાં એક મહિલા પોલીસ કમર્ચારીનો પ્રવેશ થયો હતો. કોન્સ્ટેબલે લગ્નની લાલચે અનેકવાર વિધવા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ હવે તેને તરછોડી દેતા પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી હતી. પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા વિધવાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં સલાબતપુરાના પી.આઈ પણ આરોપી કોન્સ્ટેબલને બચાવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જેને પગલે આ ધટના પોલીસમાં ચર્ચાનો વિષય બની છે. માનદરવાજા ખાતે રહેતી વિધવા પર સલાબતપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડેએ બળાત્કાર ગુજાર્યો હોવા સંદર્ભની કોર્ટ ફરિયાદ થઈ છે. એડવોકેટ મારફત કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બાદમાં તરછોડી દેવાઈ હતી. ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પી.આઈ ઉપર પણ આરોપ લગાવાયો છે કે, તેઓએ ફરિયાદી બુટલેગર હોવા સંદર્ભનો જવાબ લીધો હતો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટ ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ ચકાસણી શરૂ થઈ છે. ત્યારબાદ આ ફરિયાદ સેશન્સમાં જશે.
સુરતની એક વિધવા મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા સનસનાટી મચી જવા પામી હતી.
Advertisement