સુરતનાં ચોર્યાસી તાલુકાનાં કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા કોળી સમાજનાં લોકોએ આજરોજ કલેકટર કચેરી ખાતે હલ્લો બોલાવી “ગામની જમીન ગામની છે “ના નારા સાથે સૂચિત નવા કોર્ટ સંકુલ માટે ફાળવવામાં આવેલી જમીન બાબતે ફેર વિચારણા કરવાની ઉગ્ર માંગ કરી હતી. કોળી સમાજે જણાવ્યું હતું કે ચોર્યાસી વિસ્તારમાં ત્રણ લાખ લોકોનું હિત જોખમાય તેવા કોઈપણ નિર્ણયનો અમે ઉગ્ર વિરોધ કરીશું.આજ બ્લોકની ફાળવેલ જમીનની બાજુમાં નવી કોર્ટ બિલ્ડીંગ માટે ફેર વિચારણા થવી જોઈએ અને કોળી સમાજના લોકોને જ જમીન મળવી જોઈએ. સરકાર તાનશાહી બંધ કરે નહિ તો આંદોલન કરવાની ફરજ પડશે.
Advertisement