Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પુણા વિસ્તારમાં ગાય-ભેંસના તબેલામાં આગની ધટના સર્જાઈ હતી.

Share

સુરતના પુણા વિસ્તારમાં આવેલી પુણા પોલીસ ચોકી પાસે આગની ધટના સર્જાઈ હતી. ગાય-ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો.આ આગ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું હતું. તબેલામાં પતરાની ઉપર નાંખેલા ઘાસ તથા તબેલાની અંદરના ઘાસમાં લાગેલી આગ મોટી હોવાના કારણે ડુંભાલ, કાપોદ્રા, ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ અને કતારગામ તથા ડિંડોલી ફાયરબ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં છે.

Advertisement

Share

Related posts

સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

ProudOfGujarat

ભારતમાં બર્ડ ફ્લૂનું કેટલું છે જોખમ? WHO એ આપી ચેતવણી

ProudOfGujarat

નડિયાદ : મહુધાના અલીણા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!