સુરત શહેરમાં ફરીવાર આગ લાગવાની ધટના ધટી છે. બે દિવસ પહેલાં જ સૌથી મોટા શોપિંગ મોલમાં આગ લાગવાની ધટના બાદ હવે સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે માળના લાકડાનાં મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. આ બે મકાનમાં રહેતા પરિવારજનો આગ લાગવાની ધટનાની જાણ થતાં જ ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે બુમાબુમ થતાં આજુબાજુના લોકો પણ ઘરમાંથી બહાર આવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે જોર પકડતા આજુબાજુના લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા કતારગામ સલાબતપુરા માન દરવાજાની ફાઈરિંગ ધટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આજે ઘરવખરી સળગાવી નાખી હતી આગ લાગવાનું કારણ અકબંધ છે અને નુકસાન કેટલું થયુ છે તેનો અંદાજ હજુ લાગ્યો નથી.
Advertisement