ઓલપાડ તાલુકાનાં અનેક ગામો ગ્રામ પંચાયતમાંથી મનપાની હદમાં નથી આવા માંગતા તેઓ સ્પષ્ટ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને જો આમ છતાંય તેમાં સમાવેશ કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ગામોમાં સરોલી, શેરડી અને કનાજ ગામોનો સમાવેશ થાય છે. એક તરફ ખોલવડ અને અન્ય ગામોમાં સુરત મનપાની હદમાં સમાવેશ કરવા માટે વિરોધ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ આ ત્રણ ગામના રહિશો ગ્રામ પંચાયતમાં રહેવા માંગે છે અને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ગામજનોએ જણાવ્યું હતું કે અમારી ગ્રામ પંચાયત દ્વારા રોડ-રસ્તા, ગટર, લાઈટ, પાણી અને ડોર ટુ ડોર કચરાનો નિકાલ થાય જ છે જો સુરત મનપામાં સમાવેશ થાય તો વેરાનું ભારણ વધી જશે.વળી મોટે ભાગના ગામવાસીઓ ખેતી પર જીવન નિર્ભર કરે છે, જેઓની મર્યાદિત આવકસ્ત્રોત છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યમાં મહિલાઓ અને પુરૂષો ભેગા થયા હતાં.
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં હદ વિસ્તરણ મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement