Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Share

સુરતના ચોકબજાર ખાતે આવેલા આર્ય સમાજ ભવન પાસે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે બે ફોર વ્હિલર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પાર્ક કરેલી કારમાં આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયરબ્રિગેડે ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે લાગેલી આગ સૌ પ્રથમ એક કારમાં લાગ્યા બાદ બીજીમાં પ્રસરી ગઈ હતી.સ્કોડા નંબર (GJ01KM2676) અને મારુતિની ઈકો નંબર (GJ5JQ5465) કારમાં આગ લાગી ગઈ હતી. જેથી આસપાસ ભાગદોડ મચી ગઈ હતી. ધટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આગ કયા કારણોસર લાગી તે સામે આવી શકયું નથી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની જાગૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વર ના જુના કાશીયા ની સીમ માંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બાઈક ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!