Proud of Gujarat
FeaturedGujaratINDIA

કામરેજનાં વેલંજા ગામે સાવકા પિતા અને દાદાએ 15 વર્ષની સગીર બાળા પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાની ધટનાથી ચકચાર મચી જવા પામી છે.

Share

કામરેજ તાલુકાના વેલંજા ગામે સાવકા પિતા અને દાદાએ હેવાનિયતની હદ પાર કરી, 15 વર્ષની સગીર બાળા પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાની ધટનાથી ચકચાર મચી છે. પિતા અને દાદાનાં પવિત્ર સંબંધને લાંછન લગાવવા સમાન ધટના બની છે. કામરેજ તાલુકાના વેલંજા ગામે રહેતી 15 વર્ષીય સગીરાના પિતાનું મોત થતા તેની માતાએ મૂળ મહેસાણાના સંજય મગન શોભાસણા સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ સગીરાને લઇ ઘરે આવી ગઇ હતી. 3 વર્ષ અગાઉ સગીરાની માતાનું મોત થયું હતું, ત્યારે તેણી ધોરણ 9 માં હતી, અને સાવકા પિતા સંજય મગન શોભાસણા અને સાવકા દાદા મગન શોભાસણા સાથે રહેતી હતી. માતાના મોત બાદ સગીરા નિર્ભયા સાવકા બાપ અને દાદા સાથે એકલી રહેતી હતી. 3 વર્ષ અગાઉ સગીરા ઘરે એકલી હતી, ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવી દાદા મગને સગીરા પર નજર બગાડી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યા બાદ અવારનવાર બળજબરી કરી તેણીને ગર્ભવતી બનાવી હતી, આ હકીકત સગીરાના સાવકા પિતાને ખબર પડતા ગર્ભપાત કરાવી ઘટના પર પડદો પાડયો હતો, બાદમાં સાવકા બાપે પણ સગીરા પર નજર બગાડી હતી. પહેલા સાવકા દાદા અને પછી સાવકા પિતાએ પણ સગીરા પર નજર બગાડી તેણી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બળાત્કાર ગુજારવાની વાત સગીરા તેના રાજકોટ ખાતે રહેતા મામાને ત્યાં ગઈ ત્યારે આખી બાબતની ખબર પડી હતી. જેથી ઘૃણાસ્પદ કૃત્ય કરનાર બળાત્કારી સાવકા પિતા સંજયભાઈ મગનભાઈ શોભાસણા અને સાવકા દાદા મગનભાઈ શોભાસણા વિરુદ્ધ રાજકોટ પોલીસમાં ફરિયાદ કરતા રાજકોટ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ સુરત જિલ્લા મહિલા પોલીસને ટ્રાન્સફર કરતા સુરત ગ્રામ્ય મહિલા પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સગીરાના સાવકા દાદાની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાની વર્ધમાન એક્રેલિક કંપનીમાં કોરોના સારવારનો ખર્ચ આપવાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ.

ProudOfGujarat

નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારા-મારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

1 comment

Saiyed Abbas Roshan January 25, 2020 at 3:40 pm

Good job

Reply

Leave a Comment

error: Content is protected !!