રધુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ એટલી વિકરાળ છે કે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી. 14 માળના રધુવીર માર્કેટના તમામ માળ આગની ઝપેટમાં આવી ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ધટનાસ્થળે પહોંચી છે. ઉપરાંત બારડોલી, સચિન, નવસારી સહિત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે. સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથી. મળતા અહેવાલ અનુસાર ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે 50 થી વધુ ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. નીચેના માળમાં આગ પર કાબૂ મેળવી લીધો હોવાના પ્રાથમિક અહેવાલ છે. જોકે ઉપરના માળમાં હજુ પણ આગ કાબૂમાં આવી નથી. 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Advertisement