સુરત ખડસદ ગામે કેનાલની પાઈપમાં ફસાયેલા આધેડને બહાર કાઢવા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. જોકે, આધેડને બહાર કાઢે તે અગાઉ જ મોતને ભેટતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પાઈપ સાફ કરવા ઉતર્યા બાદ મોતને ભેટ્યાં હોય તેમ માનવામાં આવે છે.
હાલ સમગ્ર મુદ્દે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખડસદ ગામેથી પસાર થતી કેનાલના પાઈપમાં 50 વર્ષીય મનહરભાઈ ઉકરભાઈ રાઠોડ(રહે.ખડસદ)ના કેનાલમાં પાણી છોડ્યું હોવાથી સાળા અને અન્ય શ્રમિકો સાથે સફાઈ માટે ઉતર્યાં હતાં. આ દરમિયાન મનહરભાઈ પાઈપમાં અંદર જતાં રહ્યાં હતાં. જેથી મનહરભાઈના સાળા અને અન્ય લોકોએ તેને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યાં હતાં. પરંતુ તેમાં સફળતા ન મળતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના ઓફિસર વિનોદભાઈએ જણાવ્યું હતું કે, કોલ મળતાં જ તેઓ તાત્કાલિક ધટનાસ્થળએ પહોંચી ગયાં હતાં. પાઈપની અંદર આધેડ હોવાનું જાણ થતાં કેનાલનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં પાઈપમાં પાણી હોવાથી ફાયરબ્રિગેડના જવાનો ઓક્સિજન બોટલ સાથે રાખી પાઈપમાં જઈ શકે તેમ ન હોવાથી ટ્રોલીબીએ સેટનો ઉપયોગ કર્યો હતો. ઓક્સિજન પાઈપ છેક સુધી લંબાઈને આધેડને બહાર કઢાયા હતાં. જોકે, આધેડનું મોત થઈ ચુક્યું હતું. ખડસદ ગામમાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં મનહરભાઈ ઉકરભાઈ રાઠોડના મોતને પગલે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાની ફરજ પડી હતી. મનહરભાઈના મોતથી તેમની પત્ની અને દીકરીઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
સુરતનાં ખડસદ ગામે કેનાલની પાઈપ સાફ કરવા ગયેલા આધેડનું ફસાઇ જતાં મોત થયું.
Advertisement