Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Share

સુરત પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં બજરંગ સિંધાલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ધટનાની જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ હત્યાને લઈને એક શંકાસ્પદ યુવકની અટકાયત પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો વતની બજરંગ સિંધાલ(ઉ.વ.45) રહેતો હતો અને નજીકમાં જ આવેલી મિલમાં કામ કરતો હતો. આજે બજરંગનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ધટનાની જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. એક શંકાસ્પદ યુવકની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે અને પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ જગતની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતો લેટર બૉમ્બ ફોડયો.

ProudOfGujarat

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમય થી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

ProudOfGujarat

રખડતા પશુઓ સર્જી શકે છે અકસ્માત, ભરૂચના માર્ગો પર પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!