Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પુણા વિસ્તારમાં ગરમ કપડાનાં સ્ટોલ્સમાં આગ લાગી.

Share

સુરતમાં આગની વ્યાપક ધટનાઓનો સિલસિલો અકબંધ રહેવા પામ્યો છે.સુરતમાં વધુ એક આગની ધટના પ્રકાશમાં આવી છે.

સુરતના પુણા પરવત પાટીયા વિસ્તારમાં ગરમ કપડાના સ્ટોલ્સમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ધટનાની જાણ થતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. પુણા પરવત પાટીયા વિસ્તારમાં આવેલા ગોડાદરા ખાડી બ્રિજ નજીક ગરમ કપડાના સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. જેમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. ધટનાની જાણ થતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, સ્ટોલ્સ પ્લાસ્ટીકના બનેલા હોવાથી ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગના પગલે ઘણા સ્ટોલ્સ સાથે ગરમ કપડા પણ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વિવિધ મુદ્દાઓ અંગે ભાજપનાં આગેવાનો દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર સામે બી.ટી.પી. તેમજ અન્ય સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

માંગરોળ : મોસાલીમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરંજ ગામની ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન.

ProudOfGujarat

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને મોગરો, ગુલાબ વગેરે ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!