કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ સારંગી સુરતની મુલાકાત લીધી હતી. સારંગીએ ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સીએએ ની જરૂર 70 વર્ષ અગાઉ હતી પણ નહેરૂએ કર્યુ નહીં. કોંગ્રેસના પાપનું પ્રાયશ્ચિત વર્તમાન સરકાર કરતી હોવાનું જણાવી નિર્ભયાના દોષિતોને ફાંસી મળવી જોઈએ તેમ કહ્યું હતું.વંદે માતરમ ન બોલી શકનારા તમામ લોકોએ દેશની બહાર જતાં રહેવું જોઈએ.સાથે જ મોદી અને અમિત શાહની પ્રશંસા કરતાં તેમને કૃષ્ણ અને સોમનાથ મહાદેવ સાથે સરખામણી કરી હતી. ભારત સરકારના અનિમલ હસબન્ડરી અને ફિશરીઝ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીસના રાજ્યકક્ષાના મંત્રી સારંગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, મોદીના આવ્યા બાદ દેશની પ્રગતિ થઈ છે.સચિવાલયમાં અધિકારી હવે 9 વાગ્યે આવે છે.મોદી તમામ મંત્રીઓ પાસે રીવ્યુ લે છે.કામ કરવાની ક્ષમતા મોદી પાસે છે.એમએસએમઇ સેકટરમાં ભારત,ચીન બાંગ્લાદેશથી પાછળ છે.વીજળી અને પાણીનું બિલ ઝીરો આવવાથી દેશનો વિકાસ નહીં થાય.
સુરત ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું, જે લોકો વંદે માતરમ ન બોલી શકે તેવા લોકોએ દેશ છોડી દેવો જોઈએ.
Advertisement