Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળના બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા.

Share

સુરત કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળના બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી.

ધટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ધટનાસ્થળે પહોંચીને 3 વ્યક્તિને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાં. વસ્તાદેવડી રોડ પર ચાર માળનું ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ પડ્યાની જાણ થતાં જ પાલિકાના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મેયરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ધટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો સી.એફ.ઓ સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યાં હતાં. હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : મકરપુરા વિસ્તારમાં ધર્માતરણ અંગે પોલીસ ફરિયાદ…. જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામે ઘરની દીવાલ ધરાશાયી થતાં ભાઈ- બહેનને ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

લીંબડી હાઇવે સર્કલ પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!