સુરત મનપાના વિજિલન્સ ખાતાએ ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા ડૉ.જયેશ રાણાને આંબાવાડી, કાલીપુર પાસે પ્રગતિ હેલ્થ ક્લિનિકમાં ખાનગી પ્રેકટિસ કરતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પાલિકામાં મેડિકલ ઓફિસર તરીકે 19 વર્ષથી ફરજ બજાવતા હોઈ તેમ જ નોન-પ્રેક્ટિસનિંગ એલાઉન્સ લેતા હોવા છતાં ખાનગી પ્રેકટિસ કરતા હતા.વિજિલન્સ ઇન્સ્પેક્ટર જે. એન. ચૌહાણના જણાવ્યા મુજબ, ટેલિફોનિક ફરિયાદને આધારે આંબાવાડી, કાલીપુર પાસેના પ્રગતિ હેલ્થ ક્લિનિકમાં પહોંચતા ત્યાં ડૉ.જયેશ રાણા ક્લિનિકમાં પ્રિસ્ક્રિપ્શન લખતા હતા. ફાઇલમાં ડોક્ટરના રિપોર્ટ તપાસતાં વધુ પૂછપરછ કરાઈ હતી. બચાવમાં ડો. રાણાએ કહ્યું હતું કે, હું તો રેગ્યુલર આવતો નથી, આ ક્લિનિકમાં લેડી ડોક્ટર નહીં આવતાં દર્દીઓને હાલાકી ન પડે એટલે આવ્યો હોવાનું જણાવ્યું હતું.
Advertisement