Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આગની ધટનાઓ બનવાથી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરની દુકાનો અને ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Share

સુરતમાં આયેદિન આગની ધટનાઓને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફાયર સેફટીની અવગણના કરનાર દુકાનો, ટ્યુશન કલાસ, હોટેલ અને સહકારી બેંકોને સીલ કરવાની તજવીજ હાથ ધરી છે. સુરત મહાનગર પાલિકાના ફાયર સેફટી વિભાગ દ્વારા આજે સવારથી સુરતના અલગ અલગ વિસ્તારમાં કુલ 362 દુકાનો અને ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા લાપરવાહ વેપારી વર્ગમાં ભાગદોડ મચી જવા પામી છે.

આજે મળસ્કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક્ઝિતો કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું હતું. તો સુટેક્ષ કો.ઓ.બેન્ક અને સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની શાખા પણ સીલ કરાઈ હતી.

આ ઉપરાંત હોટેલ સહિત 200 દુકાનો અને ઓફિસ સામે પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની એક ટુકડીએ નાનપુરા વિસ્તારમાં લાલભાઈ કોન્ટ્રાકટર કોમ્પ્લેક્ષને સીલ માર્યું હતું. જેમાં 162 ઓફિસ અને દુકાનો સીલ કરવામાં આવી હતી. આ તમામ મિલકતધારકોને અગાઉ ફાયર વિભાગ દ્વારા વારંવારની નોટિસ છતાં ફાયર સેફટી ઉપલબ્ધ નહીં કરાતા ફાયર વિભાગે કડક કામગીરી હાથ ધરતા સનસનાટી મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

અમરેલી: ધારીના લીંબડીયા નેરા વિસ્તાર માંથી ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય વીડ કોન્ફરન્સમાં કૃષિ મહાવિદ્યાલયના ભરૂચના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.

ProudOfGujarat

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!