સુરત મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીની મળેલી એડવાઇઝરી કમિટીમાં શહેરમાં ઠેકઠેકાણે રૂા.13,500 તથા રૂા.10,850 ના ભાવે લાગેલી 2976 કેડર ટાઇપ ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો આરોપ ધારાસભ્યએ કર્યો હતો. જેના પગલે વિવાદ સર્જાયો હતો. દરમિયાન આ ડસ્ટબિનો પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે.
એક જ વર્ષમાં ડસ્ટબિન તૂટીને તકલાદી થઈ ગઈ હોય ઇજારદાર સામે કાર્યવાહી સાથે 3.80 કરોડની મોટી ખરીદી ટેન્ડરિંગ પ્રક્રિયાના બદલે ઝોનમાંથી કરાઈ હોવાનો આરોપ ધારાસભ્ય હર્ષ સંધવીએ કર્યો હતો અને ડસ્ટબિનની સમગ્ર ખરીદી પ્રક્રિયામાં તપાસની માંગ કરી હતી.ધારાસભ્યના આક્ષેપના પગલે ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને પાલિકા કમિશનર દ્વારા તપાસ ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. દરમિયાન રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા લગાવમાં આવેલી ડસ્ટબિન પર અઠવા ઝોનમાં મજુરા વિધાનસભામાં ડસ્ટબિન પર ઠેર ઠેર પોસ્ટરો મરાયા છે. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવીના ઘર, સી.પી કચેરી, કલેક્ટર કચેરી, કોર્ટ જેવી જગ્યાઓ પર ડસ્ટબિન પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવ્યો છે.સુરતના મજુરા,ઘોડદોડ રોડ,વનિતા વિશ્રામ રોડ,જોગર્સ પાર્ક,સિટીલાઈટ જેવા અલગ અલગ વિસ્તારમાં પણ ભાજપ ભંડોર પેટીના પોસ્ટર લાગ્યા હતા.કોંગ્રેસ યુવા અનુપ રાજપૂત દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત : ડસ્ટબિનો પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ
Advertisement