સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર અવરજવર પર સુરત પોલીસે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉત્તરાયણના દિવસોમાં દોરીથી ઈજા અને મોતના કિસ્સોઓ પણ બનતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.સુરતમાં ઉતરાણ પર્વ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણ પર્વના દિવસે સવારે 6 કલાકથી તા.15 ના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર પર પ્રતિબંધ છે. જેમાં 42 કલાક માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જો કોઈ બ્રિજ પરથી બંને દિવસે પસાર થશે તો IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પરિપત્રમાં ઉલ્લેખ છે. પોલીસના આ નિર્ણયનો લોકોએ આવકારતા જણાવ્યું હતું કે, લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત : ઉત્તરાયણ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું.
Advertisement