Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતઃકેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યાં છે.

Share

શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા સ્મૃતિ ઈરાનીએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો દ્વારા થતાં રચનાત્મક કામો અને કાર્યક્રમોના ભરપેટ વખાણ કરતાં જેએનયુના વિદ્યાર્થીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે,જેએનયુના વિદ્યાર્થીઓએ સુરતના યુવકો પાસેથી કંઈક શીખ મેળવવી જોઈએ.

દેશ યુવકોના રચનાત્મક કાર્યો અને કાર્યક્રમોથી આગળ વધી શકે છે. સવારના સમયે ડુસમ બીચ પર યુવકો દ્વારા સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજર રહીને યુવકોના કાર્યને બિરદાવ્યું હતું. સાથે જ જેએનયુના મુદ્દાને આવરી લેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે એક તરફ યુવકો હિંસા તરફ વળ્યા છે તેમ કહી જેએનયુના વિદ્યાર્થીઓને સંબોધી કહ્યું હતું કે, જેએનયુના વિદ્યાર્થીઓએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો પાસેથી કંઈક શીખવું જોઈએ.

જે લોકો હંગામો કરી રહ્યા છે તેઓએ સુરત પાસેથી સારૂ શીખવું જોઈએ. સુરતના યુવાનો હંમેશા રચનાત્મક સારા કાર્યક્રમો કરે છે. ત્યારે જેએનયુ સુરત પાસેથી કંઈક શીખે તેવી સલાહ પણ સ્મૃતિએ આપી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે જુદાજુદા ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મહિલાઓ અને યુવકો સાથે મળીને સવારે ડુમસની સફાઈ કરી હતી.

બાદમાં સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે મક્કાઈપૂલ ખાતે સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સીએએ મુદ્દે બુધ્ધિ જીવીઓ સાથે સંવાદનો કાર્યક્રમ અને રાષ્ટ્રહિત સર્વોપરિતાને લઈને લેવાયેલા સીએએન નિર્ણય માટેના જનજાગૃતિ અભિયાનમાં પણ જોઈને પ્રબુધ્ધ નારિક સંમેલન સુરત મોઢ વણિક પંચની વાડીમાં યોજાનાર છે જેમાં મુખ્ય મહેમાન તરિકે સ્મૃતિ ઈરાની રહેશે.

Advertisement

Share

Related posts

ભાવનગરના કવા પરિવારને કોસંબા નજીક અકસ્માત

ProudOfGujarat

સુરત ના હઝીરા વિસ્તાર ના કવાસ ગામ મા પચાસ વર્ષ પૂર્ણ થયા વર્ષ ગાંઠ ની ઉજવરી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હિંગલ્લા ચોકડી નજીક બે કાબુ બનેલ ટ્રકે કેબીન અને વાહન માં ધડાકા ભેર ઘુસાડી દેતા સર્જાયેલ અકસ્માત માં એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!