Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મોડાસાની યુવતીના શંકાસ્પદ મોતના મામલે સ્થાનિકો દ્વારા યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.

Share

સુરતમાં મોડાસાના સાયરામાં યુવતીના શંકાસ્પદ મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન ગત રાત્રે સુરતમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને આરોપીઓને ઝડપથી પકડી ન્યાયની માંગ કરવામાં આવી હતી.

મોડાસાના સાયરા(અમરાપુર)ની 31 ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ થયેલી યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં 5 જાન્યુઆરીએ લાશ મળી આવી હતી. ત્યારબાદ ત્રણ દિવસે લાશ સ્વીકારી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. યુવતીના મોતના પગલે સમાજ અને ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કતારગામ ખાતે સમતા સૈનિક દળ અને સ્થાનિકો દ્વારા યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ ગુનેગારો જલ્દી પકડવાની માંગ કરી નહી તો આગામી સમયમાં ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ નજીક કાર ખાડામાં ઉતરી જતા ચાલકનું મોત.

ProudOfGujarat

મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો …

ProudOfGujarat

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!