સુરતના ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે ચાલી રહેલા દબાણ હટાવો અભિયાન વચ્ચે આજે વાતાવરણ ગરમાતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું.
વિરોધ કરી રહેલી મહિલાઓને ડિટેઇન કરાતા પોલીસ અને મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પી.એસ.આઈ એમ.એમ કટારીયાને લાફો મારવામાં આવતા વાત બગડી હતી. જોકે, ત્યારબાદ સાથી પોલીસ કર્મચારીઓએ મામલો થાળે પાડી કેટલીક વિરોધ કરી રહેલી મહિલાઓને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.ધટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉધના પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મસ્તાન નગરમાં વર્ષોથી રહીએ છીએ. હવે ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નોટીસ પણ પાઠવવામાં આવી હતી. આજે પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરવા માટે જણાવ્યું હતું. જોકે, સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરત : ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.
Advertisement