સુરતના ડુમસ રોડ પર ગત 30-6-2017 ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતી દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોનો છે તે જાણવા DNA ટેસ્ટ થયો હતો. જેમાં બાળકી સાથે પિતાએ જ 6 મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવારેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સ જજ પી.એસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.
Advertisement