સુરત પાર્લે પોઇન્ટના બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ વલ્લભ સવાણીના ચાર સાગરીતોની ઉમરા પોલીસે સવાણીની ઓફિસમાંથી પકડી પાડી મંગળવારે સાંજે ધરપકડની કાર્યવાહી કરી હતી. જ્યારે પોલીસને હજુ મહેશ સવાણીનો પતો લાગતો નથી. પકડાયેલા ચારેય જણા સવાણીની ઓફિસમાં નોકરી કરે છે.પોલીસે આરોપી અંકિત-અનિલ સવાણી ,અર્પણ-વિનોદ લીમ્બાચીયા, ચિરાગ ઠાકરશી ટિંબડિયા અને ગોપાલ પુના ઠુમમરની ધરપકડ કરી હતી. પાર્લેપોઈન્ટના બિલ્ડર ગૌતમ પટેલનું અપહરણ કરી ઓફિસે લઇ જઇ ખંડની,અપહરણ તેમજ માર મારવામાં આવ્યો હોવાના આરોપ મહેશ સવાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ હતી.બિલ્ડર પાસેથી નીકળતા રૂપિયા ત્રણ કરોડની વસૂલાત માટે અપહરણ કરાયુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.મંગળવારે સવાણીના સાગરીતોની ધરપકડથી એવુ લાગે કે પોલીસ પાસે હવે પુરાવવા હાથ લાગી ગયા છે. વધુમાં ડુમસ રોડ પર રાહુલરાજ મોલની નજીક આવેલી મહેશ સવાણીની ઓફિસે પણ ઉમરા પોલીસે મંગળવારે બપોરે તપાસ માટે ગઈ હતી. જયાંથી પોલીસે સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે કરી લીધું હતું. જો કે સ્ટાફે પોલીસને કેમેરાનું ડીવીઆર બગડી ગયું હોવાનું રટણ કર્યુ છે.ખરેખર બંધ છે કે કેમ તે તપાસ કરવા માટે પોલીસ ડીવીઆરને એફએસએલમાં મોકલાશે.
સુરત : બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ સવાણીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી.
Advertisement