સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્લા કલેકટરને રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં બોર્ડ પરીક્ષાનું આયોજન અંગેની નીતિ વિષયક પ્રશ્નો ખડા કરી નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં લેવાતી ધોરણ 10 તેમજ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં સ્વનિર્ભર શાળાઓના કેન્દ્રોની જવાબદારી સરકારી કે ગ્રાન્ટેડ શાળાના આચાર્ય કે સિનિયર શિક્ષકને સોંપવાનો નિર્ણય લીધો છે.તે અંગે સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિરોધ સાથે નારાજગી વ્યક્ત કરી છે. સંચાલક મંડળના પ્રમુખ સવજી હૂણએ જણાવ્યું હતું કે આ નિર્ણય સ્વનિર્ભર શાળાઓને પહોંચનારો છે જે અંગે પુન વિચારણા થવી જોઈએ. આ અંગે સુરત સ્વનિર્ભરની શાળા સંચાલક મંડળે રાજ્યના પરીક્ષા સચિવની સંબોધીને એક આવેદનપત્ર સુરતના કલેકટરને પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં અમે શાળાનું બિલ્ડીંગ સોંપી દેશું પરંતુ સ્થળ સંચાલક કે સુપરવાઈઝરની વ્યવસ્થા પણ પરીક્ષા વિભાગ એ જ કરવી પડશે.
સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડ પરીક્ષાનું આયોજન અંગેની નીતિ વિષયક પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Advertisement