સુરત સૌરાષ્ટવાસીમાં મોટું નામ ધરાવતા વરાછાના ઉદ્યોગપતિ આરોપી મહેશ સવાણીની ડુમસ રોડ સ્થિત ઓફિસ પર અને તેના ઘરે ઉમરા પોલીસ પાર્લે પોઇન્ટના બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે તપાસ માટે રવિવારે બપોરે ગઈ હતી. જોકે પોલીસ આવે તે પહેલાં આરોપી મહેશ સવાણી ઘરેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની ઓફિસમાં પણ સીસીટીવી કેમેરાના ફુટેજ લેવા માટે ગઈ ત્યાં સ્ટાફે કેમેરાનું ડીવીઆર બગડી ગયું હોવાનું રટણ કર્યું હતું.શનિવારે બિલ્ડરની પત્નીએ પતિના અપહરણ બાબતે પોલીસ કંટોલરૂમમાં કોલ કર્યો હતો. જેના આધારે ઉમરા પોલીસની પીસીઆર વાન પાર્લે પોઇન્ટની કેશવ પાર્ક સોસાયટીમાં બિલ્ડરના બંગલે પહોંચી ચાર અપહરણકર્તાઓને ઉંચકી લાવી હતી.શનિવારે મોડી રાત્રે બિલ્ડર ગૌતમ પટેલની ફરિયાદ લઈને પોલીસે ઉદ્યોગપતિ આરોપી મહેશ વલ્લભ સવાણી, તેનો સાગરીત ગોપાલ સહિત પાંચ સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ઉમરા પોલીસ સાગરીત ગોપાલ સહિત ચારને ઉંચકી લાવી છતાં પોલીસે હજુ સુધી તેની સત્તાવાર ધરપકડ કરી નથી. બાદમાં પોલીસે મામલો ઉદ્યોગપતિનો હોવાથી ચારેયને મોડી રાત્રે જ છોડી મૂક્યા હતા. આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘ફરિયાદ ડ્રાફ્ટ થતી હતી એ સમયે અપહરણકર્તાઓ પોલીસ સ્ટેશનમાંથી ચાલી ગયા હતા.’ જ્યારે ઉદ્યોગપતિ મહેશ સવાણીની ધરપકડ કરવાની વાત પોલીસ કરી રહી છે. અત્રે સવાલોનો સવાલ એ છે કે જ્યારે સામાન્ય માણસ કોઈ ગુનો કરે તો પોલીસ તરત ધરપકડ કરે છે. જોકે, અહીં વાત આરોપી ઉદ્યોગપતિ મહેશ સવાણીની છે. જેથી પોલીસ તેની સામે ધરપકડની કાર્યવાહી કરવા માટે નરમ વલણ અપનાવતી હોય એવું લાગે છે.મહેશ સવાણી પાસેથી મેં 3 કરોડ ઉછીના લીધા હતા. આ બાબતે શનિવારે સાંજે 4.05 વાગ્યે મહેશ સવાણીનો સાગરીત ગોપાલ સહિત 4 જણા મારા ઘરે આવ્યા અને મને કીધું કે, ‘ચાલ, બેસી જા, મહેશભાઈ બોલાવે છે. જેથી મેં ના પાડતાં તેઓએ મને ઘેરી લઈ મારો કોલર પકડી લેતાં મેં કહ્યું કે, મહેશભાઈને કામ હોય તો મારા ઘરે બોલાવો. જેથી સાગરીતે કોલ કરતાં મહેશ સવાણીએ 10 મિનિટમાં મારા ઘરે આવીને મને કહ્યું કે, તું તારા મગજમાં શું સમજે છે? ઓફિસે કેમ આવતો નથી? પછી મારી પત્નીએ મહેશને બે હાથ જોડીને આજીજી કરતાં કહ્યું કે, બેસીને સમજી લેજો, છતાં તે માનવા તૈયાર ન હતા. પછી મને 4:23 વાગ્યે તેની વ્હાઇટ કલરની કારમાં બેસાડીને તેમની ઓફિસે લઈ ગયો. જ્યાં પહેલાં મને લાફો મારી દીધો હતો. મેં કીધું કે, મારી 65 વર્ષની ઉંમર છે. ત્યારે ઉપરથી મને બંગલો લખી આપવા દબાણ કર્યું. મેં કીધું કે, ‘બંગલો મારી દીકરી અને માતાના નામે છે, તને કેવી રીતે લખી આપું?’ તો તેણે મારી પાસે 3 કરોડના બદલામાં 19 કરોડની માંગ કરી હતી અને મને કહ્યું કે, ‘તારા છોકરાનાં લગ્ન નહિ થવા દઉં, તું કેવી રીતે જવાનો, બંગલો નહિ લખી આપે ત્યાં સુધી હું તને અહીંથી નહિ જવા દઉં.’ પછી સવાણીની ઓફિસ બંધ થવાનો સમય હતો. જેથી તેણે મને તેના સાગરીતો સાથે કારમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા ત્યારે મહેશની ઓફિસની બહાર મારી પત્ની ઊભી હતી. તેણે મને કારમાં સાગરીતો લઈને જતાં જોઈને 100 નંબર પર પોલીસને જાણ કરી હતી.
સુરતમાં અપહરણ કેસમાં તપાસ માટે ગયેલી પોલીસને જોઈ ઉદ્યોગપતિ મહેશ સવાણી પલાયન.
Advertisement