Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં ટ્રસ્ટીઓની ઓફિસને નિશાન બનાવી ત્રણ ચોર રોકડા રૂપિયા ૫૦ લાખની ચોરી કરી ભાગી છૂટતા શહેર પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખૂલી જવા પામી હતી.

Share

ભગવાન મહાવીર કોલેજમાં બનેલી ચોરીની ઘટના રવિવારે દિવસભર સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. રવિવારે મળસ્કે માત્ર ૨૦ મિનિટમાં ત્રણ ચોરોએ પોસ્ટ ઓફિસના તાળા તોડી તિજોરીમાં મુકેલા વિદ્યાર્થીઓની ફી ના રોકડા રૂપિયા ૫૦ લાખ ઉપર હાથ ફેરો કર્યો હતો. તો તસ્કરોને કલ્પના બહારનો મોટો દલ્લો હાથ લાગતાં તેઓ ગણતરીની મિનિટમાં પલાયન થઈ ગયા હતા. રવિવારે સવારે સંચાલક અનિલ ગંગારામ જૈનને ચોરી અંગેની વાત ધ્યાને આવતા તેઓ કોલેજ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ભગવાન મહાવીર કોલેજમાં રૂપિયા ૫૦ લાખની ચોરી થઇ હોવાનું સાંભળી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. જોકે આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ફૂટેજમાં ત્રણ ચડ્ડી બનિયાન ધારી તસ્કરો નજરે ચઢી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ

ProudOfGujarat

વડોદરામાં ડમ્પરનું ટાયર ફાટવાના અવાજથી મોપેડનો કાબૂ ગુમાવતાં બે યુવતી ડિવાઈડરમાં અથડાઈ, એકનું મોત

ProudOfGujarat

હાલોલની કલરવ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વેની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!