સુરત સતત વધી રહેલા જાતીય સતામણીના કેસોને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે સુરતના મહિલા આઇ.પી.એસ અધિકારીની માર્મિક કવિતાએ લોકોને વિચારવા માટે મજબુર કરી દીધા છે. હા એ જ કવિતા છે જેની રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે પ્રશંસા કરી ચુક્યા છે.આઇ.પી.એસ અધિકારી વિધિ ચૌધરીની કવિતા દરેક વાલીઓ માટે છે જેના બાળકો જાતીય સતામણીના ભોગ બન્યા છે. આ કવિતાના માધ્યમથી વિધિ ચૌધરીએ તમામ વાલીઓને જણાવ્યુ છે કે સમય છે ‘મનન મૌન તોડવાનું’વો માસુમ બચ્ચી જો અપની ગુડિયા લેકર ખેલા કરતી થી દિનભર,અબ બંદ કમરે મેં ઉસી ગુડિયા સંગ સિસકતી હૈ. કયું ઉસકી વો સિસકીયા સુનતે નહિ હમ…કવિતાની આ પંક્તિઓ સુરતની મહિલા આઇ.પી.એસ વિધિ ચૌધરીએ જાતીય સતામણીની ભોગ બનેલી બાળકીની વ્યથાને દર્શાવવા લખી છે.ખાખીની અંદર પણ એક માનવતાનું ધબકતું દિલ હોય છે.પોતાની સખતી બતાવી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનાર પોલીસ પાસે જ્યારે બાળકો સાથે જાતીય સતામણીના કેસો આવતા હોય છે તો તેઓ પણ કેવી રીતે અતિ સંવેદનશીલ બની જતા હોય છે, તેનું એક ઉદાહરણ સુરતના મહિલા આઈ.પી.એસ અધિકારી વિધિ ચૌધરીની એક માર્મિક કવિતાથી ખબર પડે છે. આઇ.પી.એસ વિધિ ચૌધરી કવિતા દ્વારા બતાવે છે કે કેવી રીતે બાળકો સાથે થનાર અત્યાચારને લઈ પોલીસ વ્યથિત થઈ જતી હોય છે.ગયા વર્ષે જ્યારે ડીંડોલી ખાતે બે પાંચ વર્ષીય માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની અને ત્યારબાદ લિંબાયતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ દેશભરમાં લોકોને હચમચાવી દીધા હતા ત્યારે આ ઘટનાનું સુપરવિઝન વિધિ ચૌધરી પોતે કરી રહ્યા હતા. આ ઘટનાઓથી વ્યથિત થયેલા વિધિ ચૌધરીએ IPCની કલમથી નરાધમને સજા અપાવવા માટે તત્પર છે જ પરંતુ પોતાની કલમથી સમાજમાં જાગૃતિ આવે અને કવિતાના માધ્યમથી લોકો જાગૃત થાય હિંમત કરી સામે આવે આ હેતુથી હદયમાં સાચવી રાખેલો આક્રોશ કવિતાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે.”જાનતે હૈ, સબ કુછ દેખતે હૈ, સુનતે હે સમજતે ભી હૈ, હમ પર મનન મૌન તોડને કે લિયે કયુ નહી કરતે હમ. એ વાલીઓ માટે છે જે સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવી દેવાના ભયથી સામે નથી આવતા, બાળકો સાથે જાતીય સતામણીના કેસોને લઇ લોકોમાં જાગૃતિ આવે એ માટે સુરત પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે.જેના લેખક ડોક્ટર કેતન ભરડવા અને ડોક્ટર લતીકા શાહ છે. જેમાં કવિતા વિધિ ચૌધરીની છે જેની પ્રશંસા પોતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કરી છે. આ પુસ્તકમાં વિધિ ચૌધરીની કવિતાએ બાળકીની મનોદશા વ્યક્ત કરે છે જે જાતીય સતામણીનો ભોગ બનેલી છે. બાળકી જે માસુમ છે, ઉંમરમાં નાની છે અને પોતાની ઉપર વીતેલા પાશવી કૃત્ય લોકોને બતાવી શકતી નથી તેમની આ વેદના પોતાની કલમથી એક કવિતાના માધ્યમથી વિધિ ચૌધરીએ રજૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તક સુરતમાં હજારોની સંખ્યામાં શાળાઓમાં આ પુસ્તક નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના અન્ય શહેરો જેવા કે ભાવનગરના શિક્ષણ વિભાગ દ્વારા પણ આ પુસ્તકને હજારોની સંખ્યામાં શાળાઓમાં ફ્રી માં વેચવાનો નિર્ણય કર્યો છે.
સુરત : સતત વધી રહેલા જાતીય સતામણીના કેસોને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે સુરતના મહિલા આઇપીએસ અધિકારીએ માર્મિક કવિતા રજૂ કરી છે.
Advertisement