Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા જીઆઇડીસી ની એક મિલમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

Share

સુરતના પાંડેસરા જીઆઇડીસીની શ્રી લક્ષ્મીનારાયણ મિલમાં આજરોજ સવારે બોઇલર મશીન માં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરાતા ત્રણ જેટલા ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની પ્રયત્નો હાથ ધર્યા હતા. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગના લાશ્કરોને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ અગાઉ લક્ષ્મીનારાયણ મિલના કર્મચારીઓને એવી જાણ થઈ હતી કે બોઈલર માં આગ લાગી છે તેને પગલે કર્મચારીઓમાં અફરાતફરી જોવા મળી હતી. જોકે કંપની સંચાલકો એ તમામ કર્મચારીઓને સલામત સ્થળે એકત્ર કરી દીધા હતા. સદ્ નસીબે આ આગના બનાવમાં કોઈ પણ કર્મચારીની જાનહાનિ કે ઇજા પહોંચી નથી
જેને પગલે કર્મચારીઓએ તેમજ મિલ સંચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી. જોકે આ આગની ઘટનાને કારણે મોટું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અરવલ્લીનાં મોડાસા તાલુકામાં OPS લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે ગાંધી જ્યંતિના દિવસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દર્શાવ્યો વિરોધ

ProudOfGujarat

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!