Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીનના રી-સર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી રીસર્વેની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલી રહી હોવાની ફરિયાદો ઊઠી છે

Share

સેટેલાઇટ દ્વારા ચાલી રહેલી માપણી માં એક બે ગુંઠાથી માંડીને કામરેજ અને ઓલપાડ જેવા તાલુકાઓમાં તો ખાતેદાર ની જમીન ના બે ભાગ પૈકીના ચાર ચાર વિગા ના ભાગ આખે આખા ગાયબ થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યના 33 જિલ્લામાં ચાલી રહેલી કામગીરી સામે ભારે વિરોધ ન આવતા આખરે સરકારે ખેડૂતોની વાંધા અરજી માટેની સમય મર્યાદા મા ત્રણ મહિના નો વધારો કરી આગામી તારીખ ૩૧મી માર્ચ કરી છે પરંતુ આ મુદ્દે રાજ્યભરના વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા પ્રમોલગેશન ની ખોટી પદ્ધતિ જ રદ કરવાની માંગણી ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી આ સમગ્ર પ્રક્રિયામાં ડી.આઈ.એલ.આર અને ડિજિટલ કામગીરી કરતી એજન્સી દ્વારા ભેગા મળીને મોટાપાયે ગોબાચારી આચરવામાં આવી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને ગોચર પોત ખરાબા અને ઘાર ખરાબાની જમીન ઉપર પણ સેટેલાઈટ સર્વેમાં ચેડા કરતા હોવાનું બહાર આવ્યું છે આશ્ચર્યની બાબત એ છે કે ખેડૂતની જમીનના સર્વે માં ભૂલ હોય તો એ સુધારવા માટે સરકાર ડી.આઈ.એલ.આર સાથે સેટેલાઈટ મેપ ઇન ની કામગીરી કરવાના બદલે ખેડૂતે જાતે ફરિયાદી બની ધરમધક્કા ખાવાની સ્થિતિમાં મુકી દેવાયા છે. આ સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે ચાલી રહી હોવાનું ખેડૂત સમાજના સભ્યો જણાવી રહ્યા છે.ખેડૂત સમાજની માંગ છે કે દરેક ખેતરમાં પોઇન્ટ નક્કી કરી સેટેલાઇટ સાથે લિંક કરી થવું જોઈએ જેથી આવી બોલ નહીં આવે પરંતુ હકીકતમાં એક ગામમાં પોઇન્ટ નક્કી કરીને આખા ગામની ખેતીની જમીનનો સર્વે કરાઈ રહ્યો છે આ સમગ્ર પ્રક્રિયાની છતી નો લાભ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે અને ખેડૂતો તેનો ભોગ બની રહ્યા છે જો આ સંજોગોમાં માપણી રદ કરવાને બદલે ફરિયાદ ની અરજી કરવાની લંબાવવામાં આવી છે.

Advertisement

Share

Related posts

આમોદનાં પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબ પરિવારનાં લોકોને ભુખ્યા સુવાનો વારો આવ્યો હોવાની બૂમો ઉઠવા પામી હતી.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના દાયકા ગામના અંદરાપરી ફળીયામાં રહેતા માસૂમ વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે કોતરમાંથી થવું પડે છે પસાર …!

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

ProudOfGujarat

1 comment

RANA HARISINHJI JASVANTSINHJI RANA January 5, 2020 at 8:10 am

The digital resurvey process is not trustable so cancelled this program for sack of farmers .It gives trouble to all farmers due to un correct map and area measurements .We request you to give new block number only and keep area as per old measurements .

Reply

Leave a Comment

error: Content is protected !!