Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : લિંબાયતના કમરૂનગરમાં આવેલા શ્રમવિસ્તારની 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું.

Share

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં કમરૂનગર ખાતે પોલીસની જરૂર હોવાનો ફોન આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં આવેલા એક મકાનમાં ઘરની બહાર તાળું મારેલું હોવા છતાં અંદરથી ખખડાવવાનો અવાજ આવતો હતો. જેથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તાળું તોડી ઘરમાં પ્રવેશી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે એક મહિલા દુપટ્ટા વડે હાથ-પગ અને મોઢુ બંધાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે મહિલાને પાણી પીવડાવી સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી.ગુરૂવારે મોડી રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં પ્રેમી મોહમ્મદ શોએબે મહિલા સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા પ્રેમીએ મહિલાને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ગુસ્સે ભરાયેલા પ્રેમીએ મહિલાના દુપટ્ટા વડે હાથ પગ બાંધી દીધા હતા અને મોઢામાં ડુચો મારી દુપટ્ટો બાંધી દીધો હતો. આટલેથી ન અટકતા પ્રેમીએ બાંધેલી હાલતમાં મહિલા પર ચાર વખત દુષ્કર્મ કર્યુ હતું. સવારે પાંચ વાગ્યાના અરસામાં આરોપી ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો હતો. સવારે મહિલાએ દરવાજો ખખડાવ્યો હતો. જોકે કોઈ મદદ નહી મળતા તે સુઈ ગઈ હતી. જોકે ત્યારબાદ બપોરના સમયે ફરીથી દરવાજો ખખડાવતા સ્થાનિકોને જાણ થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે મહિલાને પોલીસની મદદથી છોડાવી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી.પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મહિલાના પ્રેમી આરોપી મોહમ્મદ શોએબ ઉર્ફે ગુંડે મોહમ્મદ અજીજ સીદ્દીકી (રહે.પદમાવતી સોસાયટી, લિંબાયત) સાથે પ્રેમસબંધથી બંધાયેલી હતી. દુષ્કર્મ આચરી આરોપી ફરાર થઈ જતા પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદની બાળાએ ગોવા ખાતે યોજાયેલ “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ” માં સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક હાંસલ કર્યો

ProudOfGujarat

મોસાલી પોસ્ટ ઓફિસનાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી.

ProudOfGujarat

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!