Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર.

Share

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બાબુ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી અર્જુન ઠાકોર એક પેઢીમાંથી ૧૭ લાખ રૂપિયા લઈને બીજી પેઢીમાં આપવા નીકળ્યો હતો પરંતુ રોકડા ૧૭ લાખ રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો હતો. કર્મચારી અર્જુન ઠાકોર પેઢીની બીજી ઓફિસે ન પહોંચતા આંગડિયા પેઢીના સંચાલકોએ તેની શોધખોળ કરી હતી આમ છતાં તેનો કોઇ અતોપતો ન જડતાં આંગડિયા પેઢીના સંચાલકે મહિધરપુરા પોલીસ મથકે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. મહિધરપુરા પોલીસે ફરાર અર્જુન ઠાકોરની સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.3,02,700 હજારની રકમ દંડ પેટે વસુલાત કરી.

ProudOfGujarat

નડિયાદ : વેપારીને સોશિયલ સાઇટ થકી પરિચયમાં આવેલ વ્યક્તિ સાથે ધંધામાં રોકાણ કરવા જતા છેતરપિંડીનો શિકાર બન્યા

ProudOfGujarat

વડોદરા પાલિકાએ યાકુતપુરાથી પાણીગેટ વિસ્તાર સુધીના કાચા-પાકા ગેરેજ પર બુલડોઝર ફેરવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!