Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર મંદીની અસરના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં.

Share

સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર મંદીની અસર છે. છેલ્લા બે વર્ષથી મંદીની અસરના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે, છતાં  સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે.

ગુજરાતના તમામ શહેરોમાંથી સુરતનો જીડીપી ગ્રોથ નંબર એક પર છે. આ સર્વે દેશની કોઈ સંસ્થા નહીં પરંતુ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ સર્વેમાં બહાર આવ્યો છે. આગામી બે દાયકામાં ભારતના શહેરોમાં સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર શહેરોના નામોની જાહેરાત કરાઈ છે. દેશભરમાં મંદીનો માહોલ છે અને ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતના બે મુખ્ય ઉદ્યોગ ટેકસ્ટાઇલ અને ડાયમંડ પણ મંદીના ગ્રહણથી અછૂત નથી.

પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે મંદી હોવા છતાં સુરતનો જીડીપી ગ્રોથ અન્ય શહેરો કરતા ખૂબ જ સારો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જીડીપી ગ્રોથમાં સુરત એ બાજી મારી છે, આ વાત કોઈ સરકારી કે ખાનગી સંસ્થાના સર્વેના આંકડાઓ નથી કહેતા, આ સર્વે વિશ્વના વિશ્વાસપાત્ર કહેવાતા એક્સ ફોર ઈકોનોમિક્સના સર્વેમાં જાહેર કરાયો છે.આ સર્વેમાં ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ તો ટોપ-10માં થાય છે. સુરત તો ટોચ પર છે. એક તરફ મંડીનો માર અને બીજી બાજુ પણ પોતાનો જીડીપી ગ્રોથ કેવી રીતે સચવાઈ શકે એ સુરતના ઉધોગકારોએ સાબિત કર્યું છે.જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યુ છે કે ટેક્સટાઇલમાં વેલ્યુ એડીશન અને હીરા ઉદ્યોગમાં હાલ હોંગકોંગમાં ચાલી રહેલ કટોકટીની સ્થિતિમા સુરતને લાભ થયો છે. સુરતના ઉદ્યોગો હવે પ્રત્યક્ષ રીતે અન્ય દેશો સાથે કનેક્ટ થઇ રહ્યા છે જેનાથી ઉદ્યોગોને લાભ મળી રહ્યો છે.નોટ બંધી અને જીએસટી પછી બંને ઉદ્યોગમાં આર્થિક મંદી સાફ જોવા મળી રહી છે તેમ છતાં ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા જાહેર કરાયેલા સર્વેએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

દિનેશ નાવડિયાએ જણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષથી મંદીમાં બંને ઉદ્યોગ છે પરંતુ ધીમે ધીમે લોકો જીએસટીને સમજવા લાગ્યા છે અને સરકાર પણ બદલાવ કરી રહી છે. ઉદ્યોગ પણ અવનવા પ્રયોગ કરી રહ્યા છે જેના કારણે ઉદ્યોગને નવી દિશા મળી છે સાથે જેમ્સ એન્ડ જ્વેલરી અને ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં પણ વધારો થયો છે.ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમા ક્રમે છે.તાજેતરમાં જ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝનું રિસર્ચ જાહેર થયુ છે. જેમાં સૌથી વધુ ઇકોનોમિક ગ્રોથ રેટ ધરાવતાં ટોપ ટેન શહેરોની યાદીમાં સુરતને નંબર 1 નું સ્થાન આપવામાં આવ્યું છે.ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોનો ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને દેશમાં સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે.સુરતમાં ઇમર્જિંગ માર્કેટ તથા લેબર-મૂડીરોકાણને આકર્ષવાની ક્ષમતા દેશના વિવિધ શહેરો કરતાં સૌથી વધુ હોવાનો મત પણ વ્યક્ત કરાયો છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ સર્વેને જો સુરતના ટેક્સ કલેકશન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સાબિત થશે. વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેકટ ટેક્સ કલેકશન પાંચ લાખ કરોડથી વધુ થઈ જશે. હાલ વર્ષ 2018માં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેકશન 23 હજાર કરોડ છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર નાં બજારોમાં ઈદની રોનક છવાઈ…

ProudOfGujarat

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

ProudOfGujarat

અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં POP ની 5 જેટલી શીટ ધરાશાયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!