સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષની ગોઝારી આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા સંચાલિત ફાયર વિભાગ ફાયર સેફ્ટીના મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે. સુરતના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવને લઇને કડક કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ વિસ્તારમાં નિશાલ શોપિંગ સેન્ટરની 145 દુકાન અને ઓફિસને સીલ કરવામાં આવી હતી.આ અંગે ગત તારીખ 17 સપ્ટેમ્બર 2019 ના રોજ નોટિસની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે સમયમર્યાદા દરમિયાન કોમ્પ્લેક્ષના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરાતા તેને પુનઃ એક વાર સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કતારગામ વિસ્તારમાં આવેલ એક સિનેમાને પણ સીલ કરી હતી, આ ઉપરાંત ડિંડોલી વિસ્તારમાં આવેલી ધી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ તથા કિડસ એપલ નર્સરી સ્કૂલને સીલ કરવાના આદેશ આપ્યા હતા, સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલ જગદંબા માર્કેટની 48 દુકાનોને ફાયર વિભાગે સીલ કરી હતી. આ ઉપરાંત ભટાર વિસ્તારમાં આવેલ SNS ઇન્ટરિયો બિઝનેસ કોમ્પલેક્ષને પણ સીલ કરવામાં આવ્યું હતું, તો વરાછાની મેવાડ સ્કૂલ ને પણ સીલ કરાઇ હતી. આમ ફાયર સેફ્ટીના મુદ્દે સુરત ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહીનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેને પગલે બિલ્ડર લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત : તક્ષશિલા કોમ્પ્લેક્ષની ગોઝારી આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા સંચાલિત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવને લઇને કડક કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement