સુરત.યુ પી ના ઉનાવ અને જમ્મુ કાશ્મીર ના કઠુઆ માં થયેલા બાળકીઓ ઉપર ચકચારી દુસ્કર્મ ની ઘટના અંગે ભરૂચ જીલ્લા માઈનોરીટી સમાજ દ્વારા ધરણા અને રેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું……..
::-દેશ ના સુરત.યુ પી.ના ઉનાવ.અને જમ્મુ કાશ્મીર ના કઠુઆ માં બાળકીઓ ઉપર દુસ્કર્મ ના ચકચારી બનાવો બાદ સમગ્ર દેશ માં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ માં જીલ્લા માઈનોરીટી કમીટી સહીત ની સંસ્થાઓ દ્વારા શહેર ના બાયપાસ વિસ્તાર માં બે કલાક ના ધરણા પ્રદર્શન યોજી મોટરસાયકલ રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું………………..
બેનરો સાથે શહેર ના માર્ગો ઉપર નીકળેલી રેલી માં દુસ્કર્મ કાંડ માં સંડોવાયેલ નરાધમ પાપીઓ સામે કડક માં કડક પગલાં ભરવામાં આવે તેમજ તેઓ ને ફાંસી ની સજા આપવામાં આવે અને બાળકીઓ ઉપાએ થતા દુસ્કર્મ ની ઘટનાઓ ને રોકવા માટે સરકાર કડક માં કડક કાયદો બનાવે તેવી માંગ ઉચ્ચારી હતી……………..
ભરૂચ જીલ્લા માઈનોરીટી સમાજ ના આગેવાનો દ્વારા સમગ્ર ઘટના ક્રમ સંદર્ભ માં આવનાર દિવસો માં ભવ્ય કેન્ડલ માર્ચ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું ….



Advertisement