સુરતનાં વરાછાનાં પૂનાગામ સ્થિત ગ્લોબલ માર્કેટમાં આજરોજ સવારે અહમ ક્રિએશન નામની દુકાનમાં બેસેલા વેપારી પિતા-પુત્ર ઉપર કેટલાક શખ્સોએ બરજબરી પૂર્વક ઉધરાણીના નાણાં વસુલ કરવાની કોશિશ કરી હતી અને બાદમાં પિતા-પુત્રને ઢોરમાર માર્યો હતો. આ ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. બન્યું એમ કે ઉધનાના રહિશ એવા રમેશ શંખલા અને તેમનો પુત્ર મયંક આજરોજ રાબેતા મુજબ વરાછાના પૂનાગામ ખાતે ગ્લોબલ માર્કેટમાં તેમની અહમ ક્રિએશન નામની દુકાનમાં બેઠા હતા. તે દરમ્યાન સાડીની એમ્બ્રોડરી વર્કનાં નાણાંની ઉધરાણી કરવા મહેશ અને રાજુ નામના શખ્સો ધસી આવ્યા હતા અને ઉધરાણીનાં નાણાંની બદલામાં દુકાનમાં રહેલ સાડીઓ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આથી વેપારી રમેશ શંખલાએ તેમને અટકાવતા બંનેએ પિતા-પુત્રને મારમારવાની શરૂઆત કરી હતી. પિતાપુત્રને ઢોર મારમારી બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. બાદમાં પિતાપુત્રએ આ સમગ્ર ધટના અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે તેના આધારે હુમલાખોરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.
સુરતનાં વરાછા વિસ્તારનાં પૂનાગામ ખાતેનાં માર્કેટમાં એક વેપારી પિતા પુત્ર ઉપર સાડીના ધંધાની ઉધરાણી સંદર્ભે કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો.
Advertisement