Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉપનગર કણાદ સ્થિત બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિરમાં પ્ર.બ્રા.પૂ.મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share

અનેક લોકોનાં જીવનરૂપી વટવૃક્ષમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની જયોતિ પ્રજવલિત રાખનાર પ.પૂ.મહંત સ્વામી ગત તા.24 મી ડિસેમ્બરથી સુરત અડાજણ ખાતે પધાર્યા હતા. ગતરોજ સુરત ઉપનગર કણાદ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી પધારતા તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. અંદાજે 35 હજાર જેટલા હરિભક્તોએ મહંત સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મહાસભામાં ઉપસ્થિત તમામ હરિભકતોએ સદાચારના નિયમો ગ્રહણ કરી પુષ્પાંજલી કરી મહંત સ્વામીને વધાવ્યા હતા.
સંગીતક્ષ સંતો-યુવકોએ મધુર સ્વરે ધુન-પ્રાર્થનાથી સભાનો મંગલ પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ.પૂ.મહંત સ્વામીએ એક મહિના સુધી સુરતની ધરા ઉપર વિવરણ કરી મુમુક્ષુઓને આદ્યતમ સુખ આપવાના છે. સવારે 5:15 થી 7:15 દરમ્યાન એમની દિવ્ય પ્રાંત:પૂજા દર્શનનો લાભ લેવા માટે 15 હજારથી વધુ હરિભકતો દોડી આવે છે.

Advertisement

Share

Related posts

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

રૂપાણી સરકાર માસ્કના દંડ મુદ્દે લેશે મોટો નિર્ણય : સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત.

ProudOfGujarat

આખરે ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીના એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!