Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે.

Share

પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને સોસાયટીઓમાંથી અસંખ્ય બાળકો મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં 125થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા હોવાની વાત સામે આવી છે. સુરતમાં પુણાની સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી, રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમે રેડ કરી હતી અને રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 125થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી હાસ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસને જાણવા મળી રહ્યું છે કે તમામ બાળકો રાજસ્થાન અને દિલ્હીથી લાવેલા હોવાનો ખુલાસો થયો છે.

Advertisement

Share

Related posts

દહેજ ની ફિલાટેક્ષ કંપનીનાં રૂ.24 લાખનાં યાર્નની ચોરીનો ભેદ ઉકેલતી દહેજ અને એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

વડોદરાનાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલની ખોટી બિલ્ટી બતાવી ગુટકા તમાકુ લઈ જતાં કન્ટેનરને SOG પોલીસે માંડવા ટોલનાકા પાસે ઝડપી લીધું.

ProudOfGujarat

વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસની નવી રણનીતી, આગામી 18 થી 23 જૂને ગુજરાતના 4 ઝોનમાં યોજશે બેઠકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!