સુરત પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. વેરાબીલ, પાણીના મીટર અને પ્રસંગોએ અપાતા હોલ(વાડી)ના ભાડા વધારા સહિતના મુદ્દે હાથમાં પોસ્ટર લઈને સામાન્ય સભા પહેલા વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ પાણી સમિતીના ચેરમેનને પાણીના મીટર બાબતે ચર્ચા કરવા ચેલેન્જ આપવામાં આવી હતી.મહાનગરપાલિકાની સામાન્ય સભા અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પુણા વિસ્તારમાં 24 બાય 7 પાણીના મીટર યોજના બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના કોર્પોરેટરોએ હાથમાં પોસ્ટર લઈને સામાન્ય સભા પહેલા વિરોધ દર્શાવ્યો હતો.પાણી સમિતીના ચેરમેન હિંમત બેલડીયાને ચેલેન્જ આપી હતી પાણીના મીટર બાબતે ચર્ચા કરવા સાથે જ કોંગી કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષના વેરાના રૂપિયા એક સાથે પ્રજા પર ઝીંકી દેવામાં આવ્યાં છે. મંદિના સમયમાં લોકોને લૂંટવાનું કામ કરાતું હોવાનું અશોક જીરાવાળાએ ઉમેરતાં કહ્યું હતું કે, લોકોને સારા માઠા પ્રસંગે ઉપયોગમાં લેવામાં આવતાં હોલ(વાડી)ના ભાવ પણ વધારી દેવામાં આવ્યાં છે આમ પ્રજાને લૂંટવા સિવાયનું કોઈ કામ કરવામાં આવતું નથી.
સુરત પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો.
Advertisement