દેશમાં આજે સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સર્જાઈ છે.કુદરતી આ ઘટનાને નિહાળવા આજે દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી.જ્યાં સુરતવાસીઓ પણ આ ઘટનાના સાક્ષી બન્યા.સુરતના ભાઠા ગામ ખાતે સ્પેસ નામની સંસ્થા દ્વારા આયોજીત રિંગ ઓફ ફાયરનો કાર્યક્રમ રાખવામા આવ્યો.જેમાં શાળાના વિધાર્થીઓએ ભાગ લઇ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી. આ માટે સંસ્થા દ્વારા 50 એમએમ ટેલિસ્કોપ ,200 એમ.એમ.ના ડોપસોનિયન ટેલિસ્કોપની વ્યવસ્થા ઉભી કરવામાં આવી.જેના કારણે સૂર્યગ્રહનના કિરણો આંખને નુકશાન ના કરે તે માટેના ફિલ્ટર લગાવવામાં આવ્યા.આ પ્રસંગે નાસાના પૂર્વ વૈજ્ઞાનિક જીગીસ પટેલ પણ હાજર રહ્યા.
Advertisement