Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પીપલોદ વિસ્તારમાં રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા.

Share

સુરત પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. મોડી રાત્રે પાડેલી રેડમાં ઝડપાયેલા તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીએ દીકરાના જન્મ દિવસની પાર્ટી આપી હતી. જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ ઉમરા પોલીસને થતા ટીમ બનાવી રેડ કરી હતી અને પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતા 14 યુવકો ઝડપાઈ ગયા હતા. પોલીસે પાર્કિંગમાંથી 31 જેટલી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી. ત્યારબાદ તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.એક બાજુ થર્ટી ફર્સ્ટ આવી રહી હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે દારૂ પાર્ટી પકડાઈ છે.
જેમાં અજય જતીન ઢોલે (ઉ.વ.28 રહે વેદ રોડ લક્ષ્મી નગર)
જયેશ ભાનજી બારૈયા (ઉ.વ. 30 રહે આદર્શ નગર કાપોદ્રા)
મનોહર મન્સુર શેખ (ઉ.વ. 43 રહે રામપુરા કડીયા શેરી)
રાકેશ ભરતસિંહ પરમાર (ઉ.વ. 29 રહે વિઠ્ઠલ નગર અમીધારા વાડી અડાજણ)
હેનિષ રસિક બામરોલીયા (ઉ.વ. 23 રહે રચના સોસાયટી લબેહનુમાન રોડ)
શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી (ઉ.વ. 33 રહે પીપલોદ સુકૃતિ એપાર્ટમેન્ટ )
શંકર અશોક પટેલ (ઉ.વ. 27 રહે શિવ નગર વેડ રોડ)
અનિલ શંકર રાઠોડ (ઉ.વ. 23 રહે ઉધના નીલગીરી)
આનંદ રમેશ પરદેશી (ઉ.વ.29 રહે શિવ નગર વેડ રોડ)
નૈનેશ ઠાકોર ગોહિલ (ઉ.વ. 28 રહે અમરોલી પ્રમુખ પાર્ક)
ભાવિન ભરત સોલંકી (ઉ.વ. 29 રહે ગ્રીન રેસિડેન્સી આનંદ મહેલ રોડ અડાજણ)
મહેન્દ્ર લક્ષમણ સોસા (ઉ.વ. 27 રહે વેડ ડભોલી કિસ્મત નગર)
ગિરીશ ચેતન ગામીત (ઉ.વ. 39 રહે સ્વામી નારાયણ એપાર્ટ. અડાજણ)
ભાવેશ સુનિલ લાહોરે (ઉ.વ. 20 રહે વિજય લક્ષ્મી સોસાયટી કતારગામ) ઝડપાયેલ છે.

Advertisement

Share

Related posts

શહેરા: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત નિવૃત શિક્ષક સુસાઇડ નોટ લખી ચાલ્યા જતા વ્યાજખોર સહિત આઠ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતિમાં મહિલા ખેડૂત સંમેલન યોજાયું.

ProudOfGujarat

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ: 12 કર્મચારીઓનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!