કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ CAB કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો પસાર થયા બાદ સમગ્ર ભારત દેશમાં ઠેર-ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ દિલ્હી ખાતે મહાત્મા ગાંધીજીની સમાધિ ખાતે સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ સુરત ખાતે પણ કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સ્થાનિકો સુરતના ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમા નજીક મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાળા કાયદા CAB ને રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત કોંગ્રેસ દ્વારા આયોજીત ધરણા પ્રદર્શનમાં આવેલ કોંગ્રેસ નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ CAB નો ઠેકઠેકાણે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવે તે જરૂરી છે. સાથે જ તેઓએ સરકારને આડે હાથે લેતાં દેશની આર્થિક સ્થિતિ, મોંઘવારી, મહિલા સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ પર આક્ષેપો કર્યા હતા.
સુરતના ચોક બજાર ખાતે કોંગ્રેસ દ્વારા CAA ના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજાયો.
Advertisement