Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ નામના તરૂણની ચપ્પુના ધા મારી ધાતકી હત્યા કરવામાં આવી.

Share

સુરત મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ નામના તરૂણની ચપ્પુના ધા મારી ધાતકી હત્યા કરવામાં આવી હતી. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા જૈમિશનું સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મૃતક જૈમિશ એક છોકરી સાથે વાતચીત કરતો હોવાના રોષમાં છોકરીના પિતરાઈ ભાઈ જીગ્નેશ અને તેના સાથીઓએ જૈમિશની હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી જીગ્નેશને ઝડપી પાડ્યો છે.સીસીટીવીમાં તરૂણને રોડ પર દોડાવી-દોડાવી ચપ્પુના ઘા માર્યા હોવાનું કેદ થયું છે.
મળતી માહિતી પ્રમાણે, મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ કિશોર પટેલ(ઉ.વ.17) પરિવાર સાથે રહેતો હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં જીગ્નેશ અને તેના ત્રણથી ચાર સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિશને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિશ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો જૈમિશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં જૈમિશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી જીગ્નેશને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાતચીતને લઈને ચાલતા ઝઘડામાં જૈમિનની હત્યાકરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે.મૃતક જૈમિશને ફોન કરી ઘરની નીચે બોલાવ્યા બાદ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર પૈકી એક યુવકે ચપ્પુના ઘા મારવાની શરૂઆત કરતા જ જૈમિશ ભાગ્યો હતો. જોકે, બે જેટલા ચપ્પુના ઘાના કારણ તે લથડીયા ખાતો રોડ પર દોડી રહ્યો હતો અને પાછળ એક હુમલાખોર ચપ્પુના ઘા મારી રહ્યો હતો. સીસીટીવી પ્રમાણે જૈમિશ ચપ્પુના ઘા મારવા છતા થોડે સુધી ચાલીને ગયો હતો. જોકે, ત્યારબાદ રોડ પર જ ઢળી પડ્યો હતો.
એક વર્ષ અગાઉ જૈમિશ જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી. દરમિયાન જૈમિશ અને જીગ્નેશ વચ્ચે સમાધાન થયું હતું. જેમાં જૈમિશે જીગ્નેશની પિતરાઈ બહેન સાથેવાત ન કરવાની શરત રખાઈ હતી. જોકે, જીગ્નેશને શંકા હતી કે, જૈમિશ હજું પણ વાતચીત કરતો હતો.મૃતક જૈમિશના પિતાનું આવસાન થઈ ગયું છે અને ભાઈ-ભાભી અને માતા સાથે કૈલાસનગરમાં રહેતો હતો. પિતાના મોત બાદ નાના દીકરાની હત્યાના કારણે પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. જૈમિશનો મોટો ભાઈ હત્યા કેસમાં જેલમાં બંધ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકમાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોનો ત્રાસ.

ProudOfGujarat

નડિયાદ : મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ચાર ઈસમોને પોલીસે તમંચા સાથે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ : પોલીસ સ્ટેશન નજીક જ બાબરીના વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું, ચાર લોકો ઇજાગ્રસ્ત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!