Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આજે આપણે એક એવા ચર્ચની વાત કરી રહ્યા છીએ જે 200 વર્ષ જુનું છે.

Share

આજે આપણે એક અવા ચર્ચની વાત કરી રહ્યા છીએ જે 200 વર્ષ જુનું છે. અંગ્રેજોએ જયારે સુરતમાં પોતાની ઓફિસ ચાલું કરી હતી તે સમયે તૈયાર કરવામાં આવેલા આ ઐતિહાસીક ચર્ચની અનેક વિશેષતાઓ છે. જેમાં સૌથી પહેલા વાત કરીએ તો એક એવા બાઇબની કે જે 200 વર્ષ જુનું છે. જે ખાસ લંડનથી મંગાવવામાં આવ્યું હતું , જેને આજે પણ આ ચર્ચમાં સાચવી રાખવામાં આવ્યું છે.
બાઇબલ એ ક્રિસ્ચન કોમ્યુનીટી માટે એક પવિત્ર ગ્રંથ છે જેમાં ઇસુ ખ્રિસ્તની તમામ બાબતોને સંલગ્ન કરવામાં આવી છે. આ ક્રિસ્ચન કોમ્યુનીટીમાં જે બે મુખ્ય પક્ષો હોઇ છે તેમાંથી જે બીજો પક્ષ છે પ્રોટેસ્ટર તેમના સંપ્રદાયનું આ ચર્ચ આવેલું છે. વર્ષ 1824માં તે સમયમાં કલેકટર દ્વારા આ ચર્ચ બનાવવામાં આવેલું હતું. જેમાં ખાસ કરીને તેના ગ્લાસ પણ લંડનથી મંગવવામાં આવ્યા હતા જેની પર ઇસુખ્રીસ્તની જન્મથી જીવન સુધીની ગાથા દર્શાવવામાં આવી છે. જે આજે પણ ચર્ચમાં હયાત છે. ઉપરાંત જે બાકડા ઓલ્ડ ડીઝાઇનના મંગાવવામાં આવ્યા હતા તે પણ આજે અટલા વર્ષો પછી અને તાપી નદીના પુર પછી પણ એવી જ કન્ડીશનમાં હયાત છે. ખાસ કરીને આ ચર્ચમાં એક બાઇબલ છે. જે ચર્ચના નિર્માણ વખતે બીસપ દ્વારા લંડનથી સુરત લાવવામાં આવેલું હતું. જે ખુબજ મોટી સાઇઝનું બાઇબલ છે જેને 100 વર્ષથી વધુના સમયમાટે પાદરી દ્વારા પ્રાથના અને પ્રેયર માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. પણ ખુબજ ઐતિહાસિક બાયબલ હોવાને કારણે આજે તેને માત્ર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. જેની જાળવણી ખાસ દવાથી કરવામાં આવે છે. જેથી ચર્ચમાં આવનારો વ્યકિત તેના દર્શન કરીને એ ઐતિહાસિક બાઇબલને મહત્વતા સમજી શકે.
આ ચર્ચ એટલુ જુનું છે જેમાં અનેક વર્ષોથી ક્રિસ્ચન સમુદાયના લોકો આ ચર્ચમાં આવે છે. હાલમાં ચર્ચ ખાતે ક્રિસ્મસના સેલિબ્રેશનની તૈયારીઓ ચાલે છે. જેથી ચર્ચનો ટાઇમ પણ બપોરે બાર વાગ્યાનો રાખવામાં આવ્યો છે. પરંતુ આ ઐતિહાસીક ગ્લાસ , બાઇબલ અને બાકડાઓ વચ્ચે પ્રે કરવા આવતા ભકતોને પણ અનેરી મનની શાંતી મળે છે.

Advertisement

Share

Related posts

વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી પી.સી.બી. પોલીસ.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે નરેગા યોજના અંતર્ગત 4.50 લાખના કામોનું કરાયું ખાર્તમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ:સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!