સુરત શહેર અને જીલ્લાના અંદાજે 130 જેટલા પી.યુ.સી. કેન્દ્રોના સંચાલકોએ આજરોજ બે દિવસીય પ્રતિક હડતાળ પાડી પોતપોતાના પી.યુ.સી. કેન્દ્રો બંધ રાખ્યા હતા. આ પી.યુ.સી.કેન્દ્રોના સંચાલકોએ પ્રતિવાહન દીઠ પી.યુ.સી.કાઢવા જે વળતર મળે છે તેમાં વધારો કરવાની માંગ કરી છે.
હડતાળ ઉપર ઉતરેલા પી.યુ.સી. સંચાલકોના એસોસિયેશનની એક યાદીમાં જણાવ્યુ છે કે 1996 થી સરકાર પી.યુ.સી. કેન્દ્રોના સંચાલકોને પ્રતિવાહન દીઠ રકમ વસૂલ કરવાની પરવાનગી આપી હતી. તે જ રકમ આટલા વર્ષોથી યથાવત છે. જો સરકાર આ વળતરની રકમમાં વધારો નહીં કરવા દે તો નાછૂટકે પી.યુ.સી. કેન્દ્રોના સંચાલકો કેન્દ્રોને તાળા મારી દેવાની ફરજ પડશે.
સુરત જીલ્લા પી.યુ.સી ઓનર્સ એસોસિયેશનના ભાવેશ ટાંકે જણાવ્યુ હતું કે 23 વર્ષોથી પ્રતિવાહન 20 રૂ.જેવી રકમ મળે છે. ત્યારબાદ સરકાર અવારનવાર પી.યુ.સી. ચેકિંગમાં નવા કાયદા ઉમેરી સિસ્ટમને અપગ્રેડ કરવાનું ફરમાન કરે છે પરંતુ ભાવ વધારાની છૂટ નથી આપતી તેના વિરોધમાં બે દિવસીય કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે.
સુરત શહેર તેમજ જીલ્લાના તમામ પી.યુ.સી. કેન્દ્રના સંચાલકોએ આજરોજ પોતાના કેન્દ્રો બંધ રાખી ઓછા વળતર સામે પોતાની નારાજગી વ્યકત કરી હતી.
Advertisement