સુરત ઓલપાડના દિહેણ ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. લગ્ન જીવનના ત્રણ વર્ષમાં નિઃસંતાન પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક અને શારિરીક ત્રાસ આપતાં હતાં સાથે જ દહેજની માંગ કરતાં હતાં. જેથી મહિલાએ ત્રણેક દિવસ અગાઉ ઝેરી દવા પી લીધા બાદ ગતરોજ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.પિયર ગયા બાદ છ મહિને મધ્યસ્થીથી સાસરે આવેલી ઓલપાડના દિહેણ ગામે રહેતી રીંકલ ધવલ પટેલ(ઉ.વ.આ.26)ના ત્રણ વર્ષ અગાઉ BOBની બરબોધન બ્રાંચમાં કેશિયર તરિકે કામ કરતાં ધવલ પટેલ સાથે લગ્ન થયાં હતાં. લગ્નજીવન દરમિયાન રીંકલને કોઈ સંતાન નહોતું. સાસુ છ સાત મહિનાથી રિંકલને છૂટાછેડા માટે દબાણ કરતાં હતાં. દહેજની માંગ પણ કરવામાં આવતી હોય માનસિક ત્રાસ અપાતા રિંકલ છ મહિના પિયરમાં રહી હતી. બાદમાં મધ્યસ્થી થતાં સાસરે આવ્યાં હતાં. 17 ડિસેમ્બરના રોજ સાસરે આવ્યા બાદ રીંકલે 20મી ડિસેમ્બરના સાંજ સાત વાગ્યે માતા સાથે વાત કર્યા બાદ ઝેરી દવા પી લીધાનું પરિણીતાના ભાઈ નિરવે કહ્યું હતું. દવા પી લીધા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર બાદ ગત રોજ તેનું મોત નીપજ્યું હતું.
સુરત ઓલપાડના દિહેણ ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો.
Advertisement