સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. ત્યારે શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં પૂર ઝડપે જતી કારના ચાલકે લાઈટના પોલ સાથે કારને ધડાકાભેર અથડાવી નાખી હતી. જેને પગલે લોખંડનો પોલ વળી ગયો હતો કારની એક્સલનો ભુક્કો બોલી ગયો હતો. કારનું ટાયર નીકળી જતા કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં સવાર બાળક કારચાલક અને મહિલાને બહાર કાઢવા માટે લોકોએ ભારે જહેમત ઊઠાવી હતી. અત્રે ઉલ્લેખ કર્યો કે પર્વત પાટિયા જેવા વિસ્તારમાં દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન ભરચક પબ્લિક અને લોકોની મોટી સંખ્યામાં અવરજવર હોય છે ત્યારે આવા સાંકડા વિસ્તારોમાં પૂર ઝડપે કાર ચલાવનારા લોકો પોતાનો અને બીજાનો જીવ પણ જોખમમાં મૂકે છે. ત્યારે આજની ઘટનાને પગલે ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી અને આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ધટનાસ્થળે દોડી ગઇ હતી.
Advertisement