Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરમાં દિયરના ત્રાસથી કંટાળી ભાભીએ દિયરની કરી નાખી હત્યા.

Share

સુરત શહેરમાં ભાભીએ જ દિયરની હત્યા કરી નાખી .અનૈતિક સંબંધ બાંધવા માટે દબાણ કરનાર દિયરના ત્રાસથી ત્રસ્ત બનેલા ભાભીએ હત્યા કરી નાખી હોવાનું પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરમાં દિનપ્રતિદિન લૂંટ,મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક એવી જ ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર સુરતના વડોદ ગામમાં થોડા દિવસ અગાઉ એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. લાશને પીએમ અર્થે ખસેડવામાં આવતા યુવાનની હત્યા થઇ હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં પોલીસ પૂછપરછ દરમિયાન યુવાનની ભાભીને પૂછવામાં આવતા તે ભાંગી પડી હતી અને તેણે જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભાભી અને દિયર વચ્ચે અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ભાભીનો પતિ નાઇટ સિફ્ટ માં કામ કરતો હતો. દિયર અને ભાભી વચ્ચે અનૈતિક સંબંધ હોવાને પગલે દિયર ભાભીને અવારનવાર શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે તે બન્નેના સંબંધો વચ્ચેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી પણ દિયર તેને આપતો હતો. જ્યારબાદ ત્રસ્ત બનેલા મહિલાએ દિયરને મોતને ઘાટે ઉતારી દેવાનો અંતિમ પગલું અપનાવ્યું હતું. ભાભી દિયરને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ કરી દીધો હતો.
સુરતના વડોદ ગામ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.જ્યારબાદ લાશને પીએમ અર્થે મોકલતા હત્યા થઇ હોવાની પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જેને લઇ પોલીસે તપાસનો દોર શરૂ કરતાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હાલ તો પોલીસે મળેલી યુવકની લાશને ભેદ ઉકેલી નાખી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે વડોદરા-મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉમલ્લા ગામ ખાતે પી એમ નરેન્દ્ર મોદી ની મન કી બાત લોકો વચ્ચે બેસી ને સાંભળી………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!