Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

સુરત શહેર માં મોજ શોખ ખાતર યુવાનો કરતાં મોબાઈલ ફોન અને પર્સ ની ચોરી ના ૧૩ ગુના ઉકેલાયા પાંચ યુવાન એ કર્યા આ ગુના

Share

સુરત શહેર માં રસ્તે ચાલતા લોકોનો ફોન,પર્સ ઝુટવી લેનાર પાંચ યુવાનો પાસેથી બે લાખા નો સામાન પોલીસે ઝપ્ત કરી ૧૩ ગુના ઉકેલી નાખ્યા હતા. મોજશોખ ખાતર ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું. સુરત શહેર માં કેટલાક દિવસ થી એકલ-દોકલ વ્યક્તિ ફોન પર વાત કરતાં હોય અને તેમના હાથ માઠી મોબાઈલ ફોન ઝુટવી ને બાઈક ઉપર યુવાનો ફરાર થઈ જતાં હતા આવી જ ઘટના માં પર્સ ઝૂટવી લેવામાં આવતા હતા શહેર માં રોજ રોજ ની આવી ઘટના ને પગલે ફરિયાદ ઉઠતાં સુરત શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક શાખા સહિત તમામ ટિમ ને સૂચના આપી આવા ગઠિયા ઓને ઝડપી લેવાની સૂચના આપતા LCB ની ટીમો કામે લાગી આ દરમ્યાન પોલીસ ના હાથ માં મોબાઈલ અને અછોડા તોડનો ઓસામા ઉર્ફે ટીટૂ શાનવાલા લાલગેટ સુરત,નો ઝડપાયો હતો. પોલીસે આ મામલે પૂછપરછ કરતાં કરણ ઉર્ફે માંજરો અશ્વિન પચ્ચીગર ચોક બજાર સુરત ને ઝડપી લેતા તમામ યુવાન નો ભેદ ખૂલીયો હતો પોલીસે મોબાઈલ ખરીદનાર મોહમ્મદ અકરમ ઉર્ફે અકરમ ફાજલવાલા તેમજ સલમાન ઉર્ફે બેબી પતરાવાલા-નિઝામૂઉદ્દીન ઉર્ફે નિઝમ સૈયદ ની અટક કરીને મોબાઈલ ફોન-૧૭-કિમત રૂ/૧,૧૮,૫૦૦ એકટીવા અને બાઈક મળીને કુલ રૂપિયા ૧,૯૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઉમરા શહેર,ખટોદરા,મહિધરપુરા મળી કુલ ૧૩ ગુનો ઉકેલી નાખ્યા છે ઓસામા સામે ૩ ગુના-કરણ સામે ૧૦ ગુના દાખલ થયા છે તમામ આરોપી ઓ સામે પોલીસ મથકો માં ગુના ઓ દાખલ થયા છે આ તમામ યુવાનો મોજ શોખ ખાતર અવળા ધંધે ચડીયા હીવા નું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગ પાંચમા માળે સેફટીના અભાવે કામદાર મહિલા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

ProudOfGujarat

નડિયાદ : સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત જિલ્લા પાણી સંગ્રહ વ્યવસ્થાપના મુદ્દે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં માંચ – વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને ધામણ સાપને અડફેટે લેતા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!