Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આગામી 31 મી ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીને જોતાં વ્યાપક પ્રમાણમાં દારૂનાં જથ્થાનું વહન રોકવા સુરત પોલીસતંત્રએ કમર કસી છે.

Share

સુરતની અડાજણ પોલીસની ટુકડીને નકકર બાતમી મળી હતી કે આગામી 31 મી ડિસેમ્બરને ધ્યાને રાખી મોટા પ્રમાણમાં દારૂની ખેપ થનાર છે. જેના આધારે ચાંપતી વોચ ગોઠવવામાં આવી હતી અને તે અંતર્ગત અડાજણ વિસ્તારનાં ગૌરવ પંથ સ્થિત સ્તૃતિ એરીસ્ટા કોમ્પ્લેક્ષના ભોંયરામાં દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો ત્યાં રેડ કરીને વ્યાપક પ્રમાણમાં વિવિધ બ્રાંડની ઇંગ્લીસ દારૂ અને બિયરની બોટલો નંગ 240 કિંમત રૂ.36,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે હિરેન શંકર ગાયકવાડ નામના બુટલેગરની અટકાયત કરી પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરાના પાવર હાઉસ ખાતે આવેલા તીરઘરવાસ, વાલ્મીકીવાસ, વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી પારાવાર મુશ્કેલી

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

નવસારીના ચારપુલ પાસે બે એસ.ટી બસ સામ સામે અથડાતાં એક મહિલાને ગંભીર ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!